મહારાષ્ટ્રમાં નવા 47,827 સંક્રમિતો સાથે કોરોનાનો નવો રેકર્ડ

9087 કેસ સાથે પુણે જિલ્લો હોટસ્પોટ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 2 : પુણે જિલ્લામાં સૌથી વધુ 9087 કેસ સાથે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી કોરોનાના 47,827 નવા કેસ મળ્યા હતા. રાજ્યમાં ગયા વર્ષે કોરોનાએ પગપેસારો કર્યો ત્યારથી અત્યાર સુધીનો આ ઉચ્ચાંક છે. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 29,04,076ની થઈ ગઈ છે.  
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24,126 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 24,57,494 દરદી સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 84.62  ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 202 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થતાં રાજ્યનો મૃત્યુ દર 1.91 ટકા છે. 
રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,01,58,719 ટેસ્ટ કરાઈ છે. આમાંથી 29,04,076 (14.41 ટકા) ટેસ્ટ પોઝિટિવ આવી છે. અત્યારે રાજ્યમાં 21,01,999 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં અને 19,237 સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. 
નાશિકમાં છેલ્લા 24 કલાકમાં 3995 નવા કેસ ઉમેરાતા ત્યાં અત્યાર સુધી મળેલા પેશન્ટોની સંખ્યા 1,89,301ની થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 18 દરદીનાં મૃત્યુ થયાં હતાં. 
પુણે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9086 નવા કેસ મળ્યા હતા. 6000 દરદી સાજા થયા હતા અને 58 દરદીનાં મત્યુ થયાં હતાં.

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer