રોબર્ટ વાડરાને કોરોના, પ્રિયંકા આઈસોલેશનમાં : સભાઓ રદ

નવી દિલ્હી, તા. 2 : કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાના પતિ રોબર્ટ વાડરા કોરોના પોઝિટિવ આવ્યા છે. આ કારણસર પ્રિયંકા આઈસોલેશનમાં આવતાં  પોતાની આસામયાત્રા રદ્દ કરી છે.  જો કે, પ્રિયંકાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
એક વીડિયો શેર કરતાં પ્રિયંકાએ જણાવ્યું હતું કે હાલમાં કોરોના સંક્રમણના સંપર્કમાં આવવાને કારણે મારે મારી આસામયાત્રા રદ્દ કરવી પડી રહી છે. મારો ગઈકાલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
પ્રિયંકાએ જણાવ્યું હતું કે જો કે, તબીબોની સલાહ મુજબ આવતા અમુક દિવસો સુધી આઈસોલેશનમાં રહીશ. આ અસુવિધા માટે સૌની ક્ષમાપ્રાર્થી  છું. હું કોંગ્રેસના વિજયની પ્રાર્થના કરું છું. 
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી વાડરા આજે આસામમાં ચૂંટણી પ્રચાર કરવાનાં હતાં, જ્યારે આવતીકાલે તામિલનાડુના શ્રીપેરુમ્બુદુર જવાનાં હતાં.
પ્રિયંકાની આજે આસામમાં ત્રણ સભા હતી. પહેલી રેલી ગોલપારા ઈસ્ટ, બીજી રેલી ગોલકગંજ અને ત્રીજી રેલી સારુખેત્રીમાં થવાની હતી, જેને રદ્દ કરી દેવામાં આવી છે.

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer