કાશી વિશ્વનાથ મંદિર મામલે કોર્ટ આઠ એપ્રિલે સંભળાવશે ચુકાદો

નવી દિલ્હી, તા.2 : વારાણાસીના કાશી વિશ્વનાથ મંદિર અને તેના પરિક્ષેત્રમાં જ્ઞાનવાપી મસ્જિદ મામલે શુક્રવારે થયેલી લાંબી સુનાવણી બાદ સિવિલ જજ સીનિયર ડિવિઝન ફાસ્ટટ્રેકની અદાલતમાં ફેંસલો સુરક્ષિત રાખવામાં આવ્યો છે. પુરાતત્વિક સર્વેક્ષણના કેસમાં કોર્ટ હવે આઠમી એપ્રિલના રોજ ચુકાદો આપશે.
ડિસેમ્બર, 2019મા અધિવક્તા વિજય શંકર રસ્તોગીએ સ્વયંભૂ જ્યોતિર્લિંગ ભગવાન વિશ્વેશ્વર તરફથી અરજી દાખલ કરી હતી. જેમાં એએસઆઈ દ્વારા સંપૂર્ણ જ્ઞાનવાપસી પરિસરનું સર્વેક્ષણ કરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.  

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer