મહાનાયક અમિતાભ બચ્ચને કોરોના રસી લીધી

મહાનાયક અમિતાભ બચ્ચને કોરોના રસી લીધી
મુંબઈ, તા. 2 : મહાનાયક અમિતાભ બચ્ચને કોરોના વૅક્સિનનો પહેલો ડૉઝ લીધો હોવાનું પોતાના સત્તાવાર બ્લૉકમાં જણાવ્યું હતું. 78 વર્ષના સુપરસ્ટારે માહિતી આપી હતી કે, મારા પુત્ર અભિષેક બચ્ચન સિવાયના બચ્ચન પરિવારના તમામ સભ્યોએ કોરોના રસીનો પહેલો ડૉઝ લીધો છે.
બિગ બીએ બ્લૉગમાં લખ્યું હતું કે, પરિવારનું કોરોના વૅક્સિનેશન કરાયું... બધાં સ્વસ્થ છે... ગઈ કાલે પરિવાર અને તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યા હોવાથી અમે રસી મુકાવી હતી... અભિષેક અન્યત્ર ગયો હોવાથી તે પરત આવશે એટલે ટેસ્ટ અને વૅક્સિનેશન થશે. વૅક્સિન સેન્ટરમાં જઈને સુપરસ્ટારે રસી મુકાવી હતી અને તેનો ફોટો પણ બ્લૉગ પર મૂક્યો હતો.

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer