મુંબઈ, તા. 2 : માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર કોરોના સંક્રમિત થયા બાદ આજે હોસ્પિટલમાં દાખલ થયો છે. સચિને રાયપુરમાં આયોજીત રોડ સેફટી વર્લ્ડ સિરીઝમાં ઇન્ડિયાની લીજેન્ડસનું સુકાન સંભાળ્યું હતું. આજે હોસ્પિટલમાં દાખલ થયાની જાણકારી ખુદ આ મહાન ક્રિકેટરે જ આપી હતી. સચિને જણાવ્યું કે આજે હું હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું, આશા છે કે થોડા દિવસમાં જ ઘરે પાછો આવી જઇશ. બધા ધ્યાન રાખો અને સુરક્ષિત રહો. તેંડુલકર 27 માર્ચે કોરોના પોઝિટિવ જાહેર થયો હતો. ઉપરોકત ટૂર્નામેન્ટ રમ્યા બાદ સચિન ઉપરાંત પઠાણબંધુ પણ કોરોના સંક્રમિત થયા હતા. સચિનના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર જાણીને અનેક પૂર્વ અને વર્તમાન ખેલાડીઓએ જલ્દીથી સાજા થઇ જવાની શુભકામના પાઠવી છે. જેમાં પાક.નો શોએબ અખ્તર પણ સામેલ છે.
Published on: Sat, 03 Apr 2021
કોરોના સંક્રમિત સચીન હૉસ્પિટલમાં દાખલ
