NIAને વાઝેનો અડ્ડો મળ્યો, મિસ્ટ્રીગર્લનું રહસ્ય ઉકેલાયું

NIAને વાઝેનો અડ્ડો મળ્યો, મિસ્ટ્રીગર્લનું રહસ્ય ઉકેલાયું
એન્ટિલિયા કેસ
મુંબઇ, તા. 2 : એન્ટિલિયા નજીક વિસ્ફોટક ભરેલી સ્કૉર્પિયો અને મનસુખ હિરેન મૃત્યુ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (ગઈંઅ)ને મોટી સફળતા મળી છે. પંદર દિવસથી જે મિસ્ટ્રી વુમનની તલાશ ગઈંઅને હતી તે મળી ગઈ છે. તેમ જ સચીન વાઝેનો અડ્ડો મળી ગયો છે, જ્યાં તે તમામ કાવતરા રચતો હતો. આ ઉપરાંત તેનું અંડરવર્લ્ડ કનેક્શન સામે આવ્યું છે.
મિસ્ટ્રીગર્લની પૂછપરછ : ફ્લેટથી દસ્તાવેજો જપ્ત. મિસ્ટ્રીગર્લનું નામ મીના જ્યૉર્જ છે. જાણકારી અનુસાર મીના ઠાણેના મીરા રોડ સ્થિત 7/11 કોમ્પ્લેક્સના એક ફ્લેટમાં રહેતી હતી. આ ફ્લેટ પિયુષ ગર્ગનો છે. (પિયુષ વિશે હજી જાણકારી સામે આવી નથી. આ જગ્યા સચીન વાઝેના ઘરની નજીક છે. અહીંથી ગઈંઅએ કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે. અહીં મીનાની પૂછપરછ કરાયા બાદ તેને ગઈંઅ કાર્યાલય લઈ જવાઈ હતી. ગઈંઅને શંકા છે તે મીના વાઝેના બ્લૅકમનીને વ્હાઈટ કરવામાં મદદ કરતી હતી. મીના નોટ કાઉન્ટિંગ મશીન સાથે વાઝેને મળવા દક્ષિણ મુંબઈની હોટલ ટ્રાઈટેન્ડમાં ગઈ હતી.
હોટલમાંથી સીસીટીવી ફૂટેજ મેળવ્યા બાદ આ મહિલાની શોધ ગઈંઅએ શરૂ કરી હતી.
ગિરગાંવની હૉટેલ વાઝેનો અડ્ડો: ગઈંઅએ દક્ષિણ મુંબઈનાં ગિરગાંવની એક હૉટેલ પર છાપો માર્યો હતો. ગઈંઅના સૂત્રો અનુસાર આ હૉટેલ સીચન વાઝેનો અડ્ડો હતો અને વાઝે અહીં જ પ્લાનિંગ કરતો હતો. ગઈંઅએ અહીંથી 65 દિવસના ઈઈઝટ ફૂટેજ જપ્ત કર્યા છે. તેમ જ દસ્તાવેજો પણ તાબામાં લીધા છે. જેનો ઉપયોગ બનાવટી સીમ કાર્ડ મેળવવા માટે કરાયો હતો. આ મામલે હૉટેલ મૅનેજર શંકા હેઠળ છે. માલિક અને કર્મચારીની પણ પૂછપરછ કરવામાં આવી છે. ગઈંઅએ હૉટેલમાં વાઝે કોને અને ક્યારે મળ્યો તેની જાણકારી મેળવી છે. 
વાઝેનું અંડરવર્લ્ડ કનેક્શન સામે આવ્યું
પચીસ ફેબ્રુઆરીએ ધમકીભર્યો સંદેશ ટૅલિગ્રામથી મોકલાયો હતો. ગઈંઅને પુરાવા મળ્યા છે કે આ મેસેજ પોસ્ટ કરવા જેલની અંદર સંદેશ અંડરવર્લ્ડના એક ગુંડા મારફત મોકલાયો હતો. જે જે શૂટઆઉટનો આરોપી આ કેસમાં શંકા હેઠળ છે. ગઈંઅ થોડા સમયમાં તેની પૂછપરછ કરશે. હાલ તે હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. 
દરમિયાન ગઈંઅ ટીમે વસઈથી ઓડી કારને તાબામાં લીધી છે. તેની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. આ કાર વાઝેના નામ પર રજિસ્ટર છે. ગઈંઅને એક સ્કૉડા કારની પણ તલાશ છે. ગઈંઅએ અત્યાર સુધી 8 કાર જપ્ત કરી છે.
ક્લબ માલિકનું નિવેદન નોંધાયું
ગઈંઅએ શુક્રવારે દક્ષિણ મુંબઈની હૉટેલમાંની એક ક્લબ માલિકનું નિવેદન એન્ટિલિયા કેસમાં નોંધ્યું હતું. સોશિયલ ક્લબના માલિક ગઈંઅની અૉફિસે સવારે અગિયાર વાગ્યે ગયા હતા. આ ક્લબના માલિકની લિંક શિંદે અને ગોર સાથે મળી હોવાથી ગઈંઅએ ક્લબ માલિકને પૂછપરછ અને નિવેદન નોંધવા અૉફિસ બોલાવ્યા હતા. આ ક્લબ માલિકે ગઈંઅને વાઝે, શિંદે અને ગોર તેની ક્લબમાં આવતા હોવાની વાત જણાવી હતી. બાકીની માહિતી ગોપનીય રખાઈ છે.
તિહાર જેલમાં બંધ ગૅંગસ્ટર ટૅલિગ્રામ સંદેશાના કેસમાં તપાસ હેઠળ
એન્ટિલિયા નજીક વિસ્ફોટક ભરેલી કાર  મામલે તિહાર જેલમાં બંધ એક ગૅંગસ્ટરની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. જૈશ ઉલ હિંદ નામના સંગઠનના ટૅલિગ્રામ પર એક સંદેશ મોકલી આ ઘટનાની જવાબદારી લીધી હતી અને બાદમાં ફેરવી તોળ્યું હતું. આ મેસેજ અંગે ગૅંગસ્ટરની ભૂમિકાની તપાસ ચાલી રહી છે.
ગઈંઅએ જણાવ્યું હતું કે, તિહાર જેલમાં બંધ એક ગૅંગસ્ટર મુંબઇમાં કેટલાક લોકોના સંપર્કમાં હતો. હાલ તેની સારવાર નવી દિલ્હીની હૉસ્પિટલમાં ચાલી રહી છે. મુંબઈમાં કેટલાક લોકોના સંપર્કમાં હતો અને ત્યારબાદ તે તિહાર જેલમાં કેટલાક લોકોના સંપર્કમાં આવ્યો હતો. પહેલા મેસેજ મોબાઈલ ફોન પર મોકલાયો ત્યારબાદ ટૅલિગ્રામ પર નવું એક ઍકાઉન્ટ બનાવી ત્યાં મૂકાયો હતો. આ ગૅંગસ્ટરનો વ્યક્તિએ તરસીન બેરેક પાસેથી ટૅલિગ્રામ પર મેસેજ મૂક્યો હોવાની શંકા હેઠળ તહસીન અખ્તર આવ્યો હતો. આ યોજના આતંકવાદી સંગઠન આ કેસમાં સામેલ હોવાની ખોટી જાણકારી આપવા બનાવાઈ હતી.

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer