લેણદાર યસ બૅન્કે સાંતાક્રુઝ સ્થિત રિલાયન્સ સેન્ટર ખરીદ્યંુ
મુંબઈ, તા. 2 : ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરે મુંબઈ સ્થિત રિલાયન્સ સેન્ટરની બિલ્ડિંગ ખાનગી ક્ષેત્રની યસ બેંકને 1200 કરોડમાં વેંચવાનું એલાન કર્યુ છે. અનિલ અંબાણી દેણું ચૂકવી શકે તેવી હાલતમાં નથી એટલે જ લેણદાર બેંકને જ સંપત્તિ વેંચવા નિર્ણય લીધો છે. આ ડિલ બાદ આર ઈન્ફ્રા અને યસ બેંકના શેરમાં ઉછાળો આવ્યો હતો.
આ ડિલ સાથે યસ બેંકની સેન્ટ્રલ મુંબઈના ઈન્ડિયાબુલ્સ સેન્ટરની ઓફિસ અહીં હેડકવાર્ટરમાં બદલાઈ જશે. રિલાયન્સ ઈન્ફ્રા (આર ઈન્ફ્રા) એ છેલ્લા 90 દિવસમાં 3 મોટા સોદા પાર પાડયા છે. તેમાં સડક સંપત્તિનું વેચાણ સામેલ છે. કંપનીએ એક નિવેદન જારી કર્યું કે આર ઈન્ફ્રાએ મુંબઈના સાંતાક્રૂઝ સ્થિત રિલાયન્સ સેન્ટર યસ બેંકને વેંચવાનો રૂ.1200 કરોડમાં સોદો કર્યો છે. આ સોદાથી મળેલા નાણાનો ઉપયોગ યસ બેંકના બાકી નાણાંની ચૂકવણીમાં કરવામાં આવશે. આર ઈન્ફ્રા પર યસ બેંકનું રૂ.4000 કરોડનું ઋણ ઘટી 2000 કરોડ થયુ છે. 2021ના અંત સુધીમાં કંપની પોતાને ઋણમુક્ત બનાવવા લક્ષ્ય રાખ્યો છે. વેંચાયેલુ રિલાયન્સ સેન્ટર પ્રાઈમ લોકેશનમાં 6,95,000 વર્ગ ફૂટ વિસ્તારમાં 15,514 વર્ગ મી.જમીન પર બનેલું છે.
Published on: Sat, 03 Apr 2021
અનિલ અંબાણીએ મુંબઈમાં રૂ 1200 કરોડની સંપત્તિ વેચી
