અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : મુંબઈ પોલીસના ભૂતપૂર્વ ચીફ પરમબીર સિંહે રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે કરેલી જાહેર હિતની અરજીનો સ્વીકાર કરવો કે એને કાઢી નાખવી એ વિશે મુંબઈ હાઈ કોર્ટ સોમવારે પાંચ એપ્રિલના નક્કી કરશે.
અરજીમાં પરમબીર સિંહે એવો આક્ષેપ કર્યો છે કે પોલીસ ઓફિસર સચીન વાઝેને સસ્પેન્ડ કરાયા એ પહેલા તેને બાર અને રેસ્ટોરાંના માલિકો પાસેથી દર મહિને 100 કરોડની વસૂલી કરવાની અનિલ દેશમુખે તેને સૂચના આપી હતી.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી ગાડી મુકવાના કેસમાં સચીન વાઝેની નૅશનલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવતાં તેને મુંબઈ પોલીસમાંથી સસ્પેન્ડ કરાયો છે.
આ અરજીની 31 માર્ચના હાઈ કોર્ટે સુનાવણી કરી હતી અને ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન બૅન્ચે પરમબીર સિંહને અનેક સવાલો પણ ઉઠાવ્યા હતા.
Published on: Sat, 03 Apr 2021
પરમબીર સિંહની અરજી વિશે હાઈ કોર્ટ સોમવારે નિર્ણય લેશે
