મિયામી અૉપનમાં બાર્ટી સતત બીજીવાર ચેમ્પિયન

મિયામી અૉપનમાં બાર્ટી સતત બીજીવાર ચેમ્પિયન
મિયામી, તા.4: દુનિયાની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી મિયામી ઓપનમાં સતત બીજીવાર ચેમ્પિયન બની છે. ફાઇનલમાં બાર્ટીએ કેનેડાની યુવા ખેલાડી બિયાંકા આંદ્રેસ્કયુને હાર આપી હતી. બાર્ટી 6-3 અને 4-0થી આગળ હતી ત્યારે બિયાંકા પગની ઇજાને લીધે મેચમાં હટી ગઈ હતી. પુરુષ વિભાગમાં ઇટાલીના 19 વર્ષના ખેલાડી યાનિક સિનરે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેની પાસે આ ટૂર્નામેન્ટના સૌથી યુવા ચેમ્પિયન બનાવાનો મોકો છે. ફાઇનલમાં તેની ટકકર પોલેન્ડના 26 વર્ષીય ખેલાડી હ્યુબર્ટ હુરકાજ સામે થશે. 19 વર્ષીય યાનિક સિનરે સેમિ ફાઇનલમાં સ્પેનના અનુભવી ખેલાડી રોબર્ટો બાતિસ્તાને 5-7, 6-4 અને 6-4થી હાર આપી અપસેટ સર્જ્યો હતો. સિનર પહેલા સ્કિઇંગ ખેલાડી હતો. બાદમાં તેણે 13 વર્ષની વયે ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું

Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer