સિનિયર મહિલા વન-ડે ટુર્નામેન્ટમાં રેલવે 12મી વખત ચૅમ્પિયન

સિનિયર મહિલા વન-ડે ટુર્નામેન્ટમાં રેલવે 12મી વખત ચૅમ્પિયન
ફાઇનલમાં ઝારખંડની મહિલા ટીમ સામે સાત વિકેટે શાનદાર વિજય
રાજકોટ તા.4: બીસીસીઆઇ આયોજિત સીનીયર મહિલા વન ડે ટૂર્નામેન્ટમાં મિતાલી રાજના સુકાનીપદ હેઠળની રેલવેની ટીમ 12મી વખત ચેમ્પિયન બની છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સ્ટેડિયમ પર આજે રમાયેલા ફાઇનલ મેચમાં રેલવેની મહિલા ટીમનો ઝારખંડ સામે 7 વિકેટે વિજય થયો હતો.
ટોસ જીતીને પ્રથમ દાવ લેનાર ઝારખંડની મહિલા ટીમ 50 ઓવરમાં 167 રને ઓલઆઉટ થઇ હતી. જેમાં ઇન્દ્રાણી રોયના 77 દડામાં 49  અને દુર્ગા મૂર્મૂના 31 રન મુખ્ય હતા. રેલવે તરફથી સ્નેહ રાણાએ 33 રનમાં 3 અને મેઘના સિંઘે 2 વિકેટ લીધી હતી.
રેલવેની ટીમે 37 ઓવરમાં જ માત્ર 3 વિકેટે 169 રન કરીને સાત વિકેટે જીત મેળવી હતી અને ટ્રોફી જાળવી રાખી હતી. સ્ટાર પૂનમ રાઉતે 94 દડામાં 59 અને એસ. મેઘનાએ 53 રન કર્યાં હતા. સ્નેહ રાણા 22 દડામાં 34 રને અણનમ રહી હતી. ઝારખંડ તરફથી દેવ્યાની પ્રસાદે બે વિકેટ લીધી હતી. રેલવેની સ્નેહ રાણા ફાઇનલની પ્લેયર ઓફ ધ મેચ જાહેર થઇ હતી.

Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer