રાજ્ય સરકારના નિર્ણયનું કાર્યકરો સમર્થન કરે : મનસે

મુંબઈ, તા.4 : મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોરોનાને કાબૂમાં લેવા માટે સપ્તાહના અંતમાં સંપૂર્ણ લૉકડાઉન સહિત મૂકવામાં આવેલા વિવિધ નિયમનોનું સમર્થન કરવાની અપીલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ તેના કાર્યકરોને કરી છે.
મુખ્ય પ્રધાન ઠાકરેએ આજે મનસેના વડા રાજ ઠાકરેને ફોન કરીને રાજ્ય સરકારના આદેશના અમલમાં સહકાર આપવાનો અનુરોધ કર્યો હતો. તેના પગલે મનસેએ કાર્યકરોને રાજ્ય સરકારના નિર્ણયના અમલમાં સમર્થન આપવાની વિનંતી કરી છે.

Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer