લૉકડાઉનમાં સામાન્ય નાગરિકોને આર્થિક મદદનું શું? : ચંદ્રકાંત પાટીલ

મુંબઈ, તા.4 : મહાવિકાસ આઘાડી સરકારે કોરોનાગ્રસ્ત દરદીઓની વધતી સંખ્યાને પગલે સપ્તાહના અંતે લૉકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. જોકે તેના કારણે આમઆદમીને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડશે. આમઆદમીને થનારા નુકસાનને ભરપાઈ કરવા માટે મહાવિકાસ આઘાડી સરકારે શા માટે કોઈ જાહેરાત કરી નથી? ઠાકરે સરકાર કોરોનાના ઉપદ્રવને નાથવામાં વિફળ નીવડી છે. હવે તે લૉકડાઉનથી પરેશાન લોકોને મદદ કરવામાં પણ નિષ્ફળ ગઈ છે.

Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer