મહારાષ્ટ્રમાં કોરોનાનો વિસ્ફોટ

રાજ્યમાં મળ્યા 57,074 નવા સંક્રમિતો; 222નાં મૃત્યુ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 4 : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી કોરોનાના 57,074 નવા કેસ મળ્યા હતા. રાજ્યમાં ગયા વર્ષે કોરોનાએ પગપેસારો કર્યો ત્યારથી અત્યાર સુધીનો આ ઉચ્ચાંક છે. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 30,10,557ની થઈ ગઈ છે. રાજ્યમાં 4,30,503 પેશન્ટો અત્યારે સારવાર હેઠળ છે. 
શનિવારે રાજ્યમાંથી 49,447 જ્યારે શુક્રવારે 47,827 નવા કેસ મળેલા. રાજ્યમાં અત્યારે 4,30,503 દરદી સારવાર હેઠળ છે. 
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27,508 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 25,22,823 દરદી સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 83.8 ટકા છે. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 222 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થતાં રાજ્યનો મૃત્યાંક 55,878નો થઈ ગયો છે. રાજ્યનો મૃત્યુદર 1.86 ટકા છે. 
રાજ્યમાં અત્યાર સુધી કુલ 20,54,011 ટેસ્ટ કરાઈ છે. એમાંથી 30,10,527 (14.66 ટકા) ટેસ્ટ પોઝિટિવ આવી છે. અત્યારે રાજ્યમાં 22,05,899 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં અને 19,911 સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે.

Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer