કોવિડના વધી રહેલા કેસીસની ચિંતાએ શૅરબજારોમાં કડાકો

કોવિડના વધી રહેલા કેસીસની ચિંતાએ શૅરબજારોમાં કડાકો
આરબીઆઈની એમપીસીની આજથી શરૂ થતી બેઠક પહેલા શૅરબજાર નર્વસ 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 5 : કોવિડના કેસીસમાં આવેલા ઉછાળા અને આરબીઆઈની મોનેટરી પૉલિસીની આજથી શરૂ થયેલી બેઠક પહેલા શૅરબજારોમાં રોકાણકારો નર્વસ બન્યા હતા અને વેચવાલીનું વલણ અપનાવ્યું હતું. સત્રની શરૂઆતમાં જ નિફટી 250 પૉઇન્ટ્સથી વધુ તૂટ્યો હતો, જ્યારે સેન્સેક્સમાં 1000 પૉઇન્ટ્સનો કડાકો આવ્યો હતો. સેન્સેક્સ  1040 પૉઇન્ટ્સ ઘટી 48,989 પર અને નિફટી 284 પૉઇન્ટ્સ ઘટી 14,583 પૉઇન્ટ્સ પર ટ્રેડમાં હતા.
આજે વૈશ્વિક પરિબળો સકારાત્મક હતા, પરંતુ સ્થાનિક ધોરણે કોવિડના સતત વધી રહેલા કેસીસ અને નવેસરથી લૉકડાઉન અને નિયંત્રણોના કારણે અર્થતંત્રની ગાડી ફરી ખડી પડવાની ચિંતા બજારમાં જોવા મળી હતી.  
સિંગાપોર નિફટી 1.09 ટકાના ઘટાડે શરૂ થયો હતો, જ્યારે એશિયન બજારોમાં જપાનનો નિક્કી 0.88 ટકા, હૅંગસૅંગ 1.97 ટકા અને કોસ્પી 0.03 ટકાના વધારા સાથે ટ્રેડમાં હતા. ગત સપ્તાહના અંતે યુએસ નાસ્દાક અને યુરોપના બજારો વધીને બંધ થયા હતા.
નિફટીમાં સૌથી વધુ વધેલા શૅર્સમાં ઇન્ફોસીસ, વિપ્રો, જેએસડબ્લ્યુ સ્ટીલ,એચસીએલ ટૅક અને બ્રિટાનિયા, જ્યારે ઘટેલા શૅર્સમાં બજાજ ફાઇનાન્સ, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, એક્સિસ બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક અને એસબીઆઈ મુખ્ય હતા.
સૌથી વધુ સક્રિય શૅર્સમાં ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, બજાજ ફાઇનાન્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ટીસીએસ સામેલ હતા.
Published on: Mon, 05 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer