સુમેર સિંહ કેસ ફાઈલ્સ, ગર્લફ્રેન્ડમાં રિયાલિટી શો હૉસ્ટ રણવિજય સિંહ

સુમેર સિંહ કેસ ફાઈલ્સ, ગર્લફ્રેન્ડમાં રિયાલિટી શો હૉસ્ટ રણવિજય સિંહ
વૂટ સિલેક્ટ પર સ્ટ્રીમ થયેલી વેબ સીરિઝ સુમેર સિંહ કેસ ફાઈલ્સ, ગર્લફ્રેન્ડમાં રિયાલિટી શોનો હૉસ્ટ રણવિજય સિંહ મુખ્ય પાત્ર ભજવતો જોવા મળે છે. એસપી સુમેર સિંહ બનેલા રણવિજયની સાથે કરિશ્મા શર્મા, પ્રિયંકા પુરોહિત, અદિતી આર્ય અને અલીશા મેયર ગર્લફ્રેન્ડના પાત્રમાં છે. આ સીરિઝની કથા મહેનતું અને પ્રમાણિક પોલીસ અધિકારીની આસપાસ વીંટળાયેલી છે, જેની બદલી  દિલ્હીમાં થઈ છે. 
રણવીરે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં મેં રિયાલિટી શોમાં ઘણા ઉતારચડાવ જોયા છે. જયારે આ સીરિઝમાં મને પોલીસ અધિકારીની અનોખી ભૂમિકા ભજવવાની તક મળી છે. આ ભૂમિકા ભજવવા મેં પોલીસના જીવનમાં ડોકિયું કરીને તેમની ભાવભંગિમા શીખીને વ્યક્તિત્વને અપનાવવાનો પ્રયાસ કર્યો હતો. મને આશા છે કે પ્રેક્ષકોને આ સીરિઝ ગમશે.  

Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer