અભિષેક પાઠકની મહિલાકેન્દ્રી ફિલ્મમાં તબુ મુખ્ય ભૂમિકામાં

અભિષેક પાઠકની મહિલાકેન્દ્રી ફિલ્મમાં તબુ મુખ્ય ભૂમિકામાં
અભિનેત્રી તબુ ચોક્કસ પ્રકારની ફિલ્મ અને પાત્રો ભજવતી જ જોવા મળે છે. છેલ્લે તે 2018માં અંધાધૂનમાં જોવા મળી હતી. હવે તેણે ફિલ્મ ઉજડા ચમનના દિગ્દર્શક અભિષેક પાઠકની આગામી ફિલ્મ સાઈન કરી છે. અભિષેક ફિલ્મ નિર્માતા કુમાર મંગત પાઠકનો પુત્ર છે. તબુ અને અજય દેવગણની ફિલ્મ દૃશ્યમમાં પણ અભિષેક નિર્માતા હતો અને પોતાની નવી ફિલ્મનું નિર્માણ પણ તે સ્વયં કરશે. તબુ ફિલ્મ ભૂલ ભૂલૈયા-ટુનું શૂટિંગ પૂરું કરે પછી અભિષેકની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આથી આગામી જૂન-જુલાઈ મહિનો આવી જશે. ફિલ્મમાં મહિલા સશક્તીકરણની વાર્તા છે જે કદાચ સત્યઘટના પર આધારિત છે અને તબુ ઉપરાંત જાણીતા કલાકારો હશે. નોંધનીય છે કે, તબુ છેલ્લે બીબીસીની સીરિઝ અ સ્યુટેબલ બૉયમાં જોવા મળી હતી. 

Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer