ભૂમિ પેડણેકર અને વિકી કૌશલ કોરોના પૉઝિટિવ

ભૂમિ પેડણેકર અને વિકી કૌશલ કોરોના પૉઝિટિવ
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે અને બૉલીવૂડ તથા ટેલિવૂડના કલાકારો પણ આ ચેપનો ભોગ બની રહ્યા છે. અક્ષયકુમાર અને ગોવિંદા બાદ હવે ભૂમિ પેડણેકર અને વિકી કૌશલ કોવિડ પૉઝિટિવ થયા છે. ભૂમિએ સોશિયલ મડિયામાં જણાવ્યું હતું કે, મારો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. મારામાં થોડા લક્ષણો છે પરંતુ આમ સારું છે. હું આઈસોલેટ થઈ ગઈ છું અને ડૉકટરે આપેલી તમામ સૂચનાઓનું પાલન કરી રહી છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે. આ પરિસ્થિતિને હળવાશથી લેશો નહીં. મેં તમામ પ્રકારની સાવધાની રાખી હોવા છતાં મને કોરોના થયો. 
વિકી કૌશલે પણ પેતે કોરાનો સંક્રમિત હોવાનું સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું. તેણે લખ્યું હતું કે, તમામ સાવધાની રાખી હોવા છતાં મારો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. હું હાલમાં હૉમ ક્વૉરન્ટાઈન છું અને ડૉકટરે આપેલી તમામ સૂચનાઓનું પાલન કરી રહ્યો છું. 
અક્ષયકુમાર કોવિડ પૉઝિટિવ થયા બાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કાર્તિક આર્યનનો કોરોના રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે. સંગીતકાર બપ્પી લાહિરી બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. બાકી અત્યાર સુધીમાં આલિયા ભટ્ટ, આમિર ખાન, આર. માધવન, રોહિત સરાફ, રમેશ તૌરાની, રણબીર કપૂર, મનોજ બાજપેયી, મિલિન્દ સોમણ, ફાતિમા સના શેખ, સંજય લીલા ભણસાલી, સતીશ કૌશિક, તારા સુતરિયા કોરોના પૉઝિટિવ આવ્યાં છે. 

Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer