આઇપીએલ પૂર્વે ધોની ફૂલ ફોર્મમાં

નવી દિલ્હી, તા. 5 : ભારતીય ટીમનો પૂર્વ સુકાની એમએસ ધોની હાલ આઇપીએલની તૈયારીમાં વ્યસ્ત છે. તે ઇન્ટરનેશનલ ક્રિકેટને બાયબાય કરી ચૂકયો છે. ધોનીના સુકાનીપદ હેઠળ ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ ત્રણવાર ખિતાબ જીતી ચૂકી છે. જો કે પાછલી સિઝન સીએસકે માટે દુ:સ્વપ્ન સમાન રહી હતી. ટીમ પહેલીવાર પ્લેઓફમાં પણ પહોંચી શકી ન હતી અને સાતમા નંબરે રહી હતી. હવે ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇની ટીમ નવમીથી આઇપીએલની 14મી સિઝનમાં નવી રીતે શરૂઆત કરવા ઉત્સુક છે. સીએસકે દ્રારા આજે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરાયો છે. જેમાં ધોની તેના અસલી અંદાજમાં જોવા મળે છે. નેટમાં ધોની મોટા શોટ મારી રહ્યો છે. જેમાં તેનો ખાસ હેલિકોપ્ટર શોટ પણ સામેલ છે. આ વીડિયોને પાંચ લાખ લોકો લાઇક કરી ચૂકયા છે. 

Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer