યુવા મનુ ભાકર ત્રણ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
નવી દિલ્હી, તા. 5 : ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોટા હાંસલ કરી ચૂકનાર નિશાનબાજોની ભારતીય ટીમ જાહેર થઈ છે. જેમાં યુવા પ્રતિભાશાળી મહિલા નિશાનેબાજ મનુ ભાકર ત્રણ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે જ્યારે ગયા મહિને દિલ્હીમાં યોજાયેલ શાટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતીને ઓલિમ્પિક માટે ક્વોલીફાઇ થનાર ચિંકી યાદવને ટોક્યો ઓલિમ્પિક માટેની ભારતીય ટીમમાં જગ્યા મળી નથી. પસંદગીકારોએ તેના સ્થાને 2પ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં અંજૂમ મોદગિલને તક આપી છે. તે આ સ્પર્ધામાં વિશ્વ વિજેતા તેજસ્વિની યાદવ સાથે ભારતની બીજી ખેલાડી હશે. મહિલાઓની 10 મીટર એર રાયફલમાં વિશ્વમાં ટોચનો ક્રમ ધરાવતી ઇલાવેનિલ એકમાત્ર એવી નિશાનેબાજ છે, જેણે ઓલિમ્પિક ક્વોટા હાંસલ કર્યો ન હોવા છતાં ટીમમાં જગ્યા અપાઈ છે.
ટોકિયો અૉલિમ્પિક માટેની ભારતીય નિશાનેબાજી ટીમ:
પુરુષ 10 મીટર એર રાયફલ: દિવ્યાંશ પવાર, દીપકકુમાર
પુરુષ 50 મીટર રાયફલ થ્રી પોઝિશન: સંજીવ રાજપૂત, એશ્વય પ્રતાપસિંહ તોમર
પુરુષ 10 મીટર એર પિસ્તોલ: સૌરવ ચૌધરી, અભિષેક વર્મા
મહિલા 10 મીટર રાયફલ: અપૂર્વિ ચંદેલા, ઇલાવેનિલ વલારિવાન
મહિલા 50 મીટર રાયફલ થ્રી પોઝિશન: અંજૂમ મોદગિલ, તેજસ્વીની સાવંત
મહિલા 10 મીટર એર પિસ્તોલ: મનુ ભાકર, યશસ્વિની દેસવાલ
મહિલા 25 મીટર એર પિસ્તોલ: રાહી સરનબોત, મનુ ભાકર
સ્કીટ પુરુષ: અંગદવીર બાજવા, મેરાજ અહમદ ખાન
મિક્સ 10 મીટર પિસ્તોલ: સૌરવ ચૌધરી, મનુ ભાકર
મિક્સ ટીમ 10 મીટર એર રાયફલ: દિવ્યાંશ પવાર, ઇલાવેનિલ
Published on: Tue, 06 Apr 2021
ટોકિયો અૉલિમ્પિક માટે ભારતીય નિશાનેબાજી ટીમ જાહેર
