ગુજરાતમાં ગ્રાહકો માટેના વીજ દરમાં કોઇ વધારો નહીં

અમદાવાદ, તા. 5: રાજય સરકાર હસ્તકની વિજ ઉત્પાદન, વિજ પ્રવહન, વિજ વિતરણ કંપનીઓ તથા અન્ય વિજ વિતરણ કંપનીઓ દ્વારા જીઇઆરસી (બહુવર્ષિય પ્રશુલ્ક) વિનિયમો-2016 અનુસંધાને નાણાંકીય વર્ષ 2019-20નું ટ્રુ-અપ અને નાણાંકીય વર્ષ 2021-22નાં પ્રશુલ્ક નિર્ધારણ માટે પીટીશનો દાખલ કરી હતી. જેની પર આજે ગુજરાત વિદ્યુત નિયંત્રત આયોગ દ્વારા આપવામાં આદેશમાં રાજય સરકાર હસ્તકની વિજ વિતરણ કંપનીઓ તેમજ ટોરેન્ટ પાવર લિમીટેડ (સુરત વિસ્તાર) કંપનીના ગ્રાહકો માટેના વિજ દરમાં કોઇ વધારો કરેલ નથી.. જ્યારે જેટકોના પ્રવહન માટેના હાલના દર રૂ.4176.44 પ્રતિ મેગાવોટ દિવસ (35.03 પૈસા પ્રતિ યુનિટ)માં નજીવો વધારો કરી નાણાકીય વર્ષ 2021-22 માટે દર પ્રતિ મેગાવોટ પ્રતિ દિવસ રૂ.4252.37 (પ્રતિ યુનિટ દીઠ 36.42 પૈસા) નિર્ધારિત કરેલ છે. 
બેઝ એફપીપીપીએ ચાર્જ એ ગ્રાહકોના વીજ બિલમાં લેવામાં આવતા કુલ એફપીપીપીએ ચાર્જની ગણતરીમાં અભિન્ન ભાગ છે અને એફપીપીપીએ ચાર્જ માટે પુન પ્રાપ્તિ પદ્ધતિમાં કોઈ ફેરફાર થયો નથી, તેથી રાજયના હસ્તક વિજ વિતરણ માલિકીના ગ્રાહકોના વીજ બિલમાં નાણાકીય વર્ષ 2021-22 માટે બેઝ એફપીપીપીએ ચાર્જ માં ફેરફાર થવાને કારણે કોઈ વધારો થશે નહીં. 
ટોરેન્ટ પાવર લિમિટેડ (સુરત વિસ્તાર) માટે, નાણાકીય વર્ષ 2020-21 માટે માન્ય વીજ ખરીદીનો ખર્ચ રૂ.4.77 પ્રતિ યુનિટ અને બેઝ એફપીપીપીએ ચાર્જ રૂ.1.38 પ્રતિ યુનિટ કરાયેલ. હવે, નાણાકીય વર્ષ 2021-22 માટે, આયોગે વીજ ખરીદી ખર્ચ ને રૂ.4.85 પ્રતિ યુનિટ મંજુર કરેલ છે, જયારે બેઝ એફપીપીપીએ રૂ.1.38 પ્રતિ યુનિટ ચાલુ રાખવામાં આવેલ છે.

Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer