મુંબઈમાં 9857 સહિત રાજ્યમાં કોરોનાના 47,288 નવા દરદી મળ્યા

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 5 : મુંબઈમાં 9857 સહિત છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી કોરોનાના 47,288 નવા કેસ મળ્યા હતા. રવિવારની તુલનામાં સોમવારે 9786 દરદી ઓછા મળ્યા હતા. એ સાથે રાજ્યમા અત્યાર સુધી મળેલાં કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 30,57.885ની થઈ ગઈ છે. રાજ્યમાં 4,51,375 પેશન્ટો અત્યારે સારવાર હેઠળ છે. 
 શનિવારે રાજ્યમાંથી 49,447 જ્યારે શુક્રવારે 47,827 નવા કેસ મળેલા. 
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 26,252 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 25,49,075 દરદી સાજા થયાં છે. રાજ્યનો રિકવરી રેટ 83.36 ટકા છે. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 155 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થતાં રાજ્યનો મૃત્યાંક 56,033નો થઈ ગયો છે. રાજ્યનો મૃત્યુ દર 1.83 ટકા છે. રાજ્યમાં પુણેમા સૌથી વધુ એટલે કે 81,378 દરદી છે. મુંબઈમાં આ આંકડો 73,281નો છે. થાણે જિલ્લામા 57,635 દરદી સારવાર  હેઠળ છે. નાશિકમાં 34,540 સક્રિય દરદી છે. ગઢચિરોલીમાં માત્ર 526 દરદી સારવાર હેઠળ છે.

Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer