કોરોના : આવતી કાલે મુખ્ય પ્રધાનોની સાથે વડા પ્રધાન મોદીની બેઠક

આજે કેન્દ્રના સ્વાસ્થ્ય પ્રધાન 11 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે કરશે ઉચ્ચસ્તરીય મિટિંગ
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 5 : દેશમાં કોરોના વાયરસની રફતાર બેકાબૂ બની છે અને નવી લહેર પડકાર બની છે. દેશમાં પહેલી વખત 24 કલાકની અંદર એક લાખથી વધારે કોરોના વાયરસના કેસ નોંધાયા છે. તેવામાં પીએમ મોદી 8 એપ્રિલના રોજ સાંજે 6.30 વાગ્યે ભારતમા કોરોનાની સ્થિતિને લઈને તમામ રાજ્યોના સીએમ અને ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરશે. જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી પણ મંગળવારે સાંજે 6.30 વાગ્યે 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે એક ઉચ્ચ સ્તરની બેઠક કરશે.
શુક્રવારે કેબિનેટ સચિવ રાજીવ ગાબા સાથે થયેલી બેઠકમાં 11 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોને વધતા જતા કેસ અને મૃત્યુના કારણે મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, ચંડીગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, તમિલનાડુ, દિલ્હી અને હરિયાણાને ગંભીર ચિંતા ધરાવતા રાજ્યોના રૂપમાં વર્ગીકૃત કર્યા હતા. આ રાજ્યોમાં છેલ્લા 14 ાિદવસમાં કોરોનાના કુલ કેસમાં 90 ટકા અને કુલ મૃત્યુમાં 90.5 ટકા મૃત્યુ થયા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઝડપથી કેસ સામે આવી રહ્યા છે.

Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer