દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1.25 કરોડ થઈ, વધુ 478 દરદીનાં મોત

નવી દિલ્હી, તા. 5 : બેહદ ઘાતક બની રહેલી બીજી લહેરની લપેટમાં આવતાં ભારતીય જનજીવન `કોરોનાસુર'ના આતંકથી ભયભીત બન્યું છે. કોરોના મહામારીનો પ્રથમ કેસ મળ્યો ત્યારથી આજ સુધીના તમામ વિક્રમ તોડી નાખતાં સોમવારે પહેલવહેલી વખત ભારત એક લાખથી વધુ નવા કેસ સામે આવ્યા હતા. દૈનિક કેસોમાં અમેરિકા, બ્રાઝિલને પાછળ રાખી ભારત વિશ્વમાં ટોચે છે.
દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1.25 કરોડને પાર કરી એક કરોડ?25 લાખ 89,067 પર પહોંચી ગઇ?છે, તો આજે વધુ 478 દર્દીને કાળમુખો ભરખી ગયો હતો.
આજે એક લાખ 3558 નવા કેસ નોંધાયા હતા. દેશમાં કુલ 1,65,101 સંક્રમિતો અત્યાર સુધીમાં જીવ ખોઇ ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં આજે સૌથી વધુ 57,074 એટલે કે આજના કુલ નવા કેસોના 55.11 ટકા નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ છત્તીસગઢમાં 5250, કર્ણાટકમાં 4553 નવા કેસ નોંધાયા હતા.
છેલ્લા 24 કલાકમાં માત્ર આઠ રાજ્યમાંથી 81.90 ટકા કેસ નોંધાયા, જેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તામિલનાડુ, મધ્યપ્રદેશ અને પંજાબ સામેલ છે.
દરરોજ આવતા નવા 20 હજાર કેસમાંથી વધીને એક લાખ?કેસનો ઉછાળો 25 દિવસમાં જ આવી ગયો છે.
બીજી તરફ સોમવારે સારવાર હેઠળના સંક્રમિતોની સંખ્યામાં પણ 50,233 નવા દર્દીનો વિક્રમી ઉછાળો આવ્યો હતો.
લગાતાર 26મા દિવસે વધારા સાથે સક્રિય કેસોનો આંક આજે સાત લાખને પાર કરી 7,41,830 પર પહોંચી ગયો છે.
આરોગ્ય સંકટની શરૂઆતથી અત્યાર સુધીમાં રોજના નવા કેસોમાં આજે એક લાખથી વધુ કેસના ઐતિહાસિક ઉછાળાના પગલે સક્રિય કેસોનું પ્રમાણ 5.89 ટકા થઇ?ગયું છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 52,847 સંક્રમિતો ઘાતક વાયરસ સામે જીવનો જંગ જીતી જતાં કુલ 1 કરોડ?16 લાખ 82,136 દર્દી સાજા થઇ?ચૂક્યા છે. રિકવરી રેટ ઘટીને 92.80 ટકા થઇ?ગયો છે.
આઇસીએમઆરના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી કુલ 25 કરોડ નજીક, 24 કરોડ?90 લાખ 19,657 ટેસ્ટ થઇ?ચૂક્યા છે.

Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer