અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : બોલિવૂડના ગીતકાર જાવેદ અખ્તરે અંધેરીની કોર્ટમાં દાખલ કરેલા બદનક્ષીના દાવાની કાર્યવાહીને અટકાવી દેવાની અભિનેત્રી કંગના રનૌતની અરજી સેશન્સ કોર્ટે સોમવારે કાઢી નાખી હતી. કંગનાએ સેશન્સ કોર્ટમાં અરજી કરી કાનૂનિ કાર્યવાહી અને તેની સામે નીકળેલા સમન્સને રદ કરવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.
અભિનેતા સુશાંત સિંહ મૃત્યુ પ્રકરણની ટીવી ચર્ચામાં કંગનાએ જાવેદ અખ્તર સામે અમુક બદનક્ષીભર્યા નિવેદન કર્યા હોવાનું કહેવાય છે. એ સામે જાવેદ અખ્તરે અંધેરીની મેજિસ્ટ્રેટ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી. દિંડોશીની સેશન્સ કોર્ટે ત્રીજી એપ્રીલે કંગનાની અરજી વિશેનો ચૂકાદો અનામત રાખેલો.
Published on: Tue, 06 Apr 2021
સેશન્સ કોર્ટે કંગનાની અરજી ફગાવી
