મુંબઈ, તા. 5 : પાલઘર જીલ્લામાં વસઈ વિરાર મહાનગરપાલિકા ની ચૂંટણી નજીક ના સમયમાં થવાની શક્યતા હોવાથી ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. હાલ વિધાનસભ્ય અને બહુજન વિકાસ આઘાડીના હિતેન્દ્ર ઠાકૂરની આગેવાની હેઠળ વસઈ વિરાર મહાનગરપાલિકાનો વહિવટ છે. પાલિકામાં કુલ 115 બેઠકો છે અને એ તમામ બેઠકો ઉપર ઉમેદવાર ઉભા રાખવાની તૈયારી ભાજપે કરી છે. પાર્ટીના મહારાષ્ટ્ર પ્રદેશ ઉપાધ્યક્ષ અને વિધાનપરિષદના સભ્ય પ્રસાદ લાડને વસઈ-વિરારની જવાબદારી પાર્ટીએ આપી છે.
પ્રસાદ લાડે આ વિસ્તાર ની મુલાકાત લઈને પાર્ટી ના સ્થાનિક હોદ્દેદારો સાથે ચર્ચા કરી અને એકલે હાથે ચૂંટણી લડવાનો, બીજી કોઈ પણ પાર્ટી સાથે યુતી/આઘાડી નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાણકારી પ્રસાદ લાડ આપી હતી. વસઈ વિરારનો વિકાસ, રસ્તા, પીવાનું પાણી, તમામ સમસ્યાઓ નો ઉકેલ લાવવા માટે ભારતીય જનતા પાર્ટી વચનબદ્ધ છે.
Published on: Tue, 06 Apr 2021
વસઈ-વિરાર પાલિકાની ચૂંટણી ભાજપ એકલા હાથે લડશે
