મુંબઈમાં ટેસ્ટની સંખ્યા ઘટતા નવા કેસની સંખ્યા પણ ઘટી

મુંબઈમાં ટેસ્ટની સંખ્યા ઘટતા નવા કેસની સંખ્યા પણ ઘટી
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 5 : સોમવારે મુંબઈમાંથી કોરોનાના રેકોર્ડ 9857 નવા કેસ મળ્યા હતા. રવિવારની સરખામણીમા સોમવારે 1306 કેસ ઓછા મળ્યા હતા. ઓછા કેસ મળવાનું એક કારણ સોમવારે રવિવારની તુલનામાં કોરોનાની ટેસ્ટ ઓછી થઈ હતી. શહેરમાંથી મળેલા કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા 4,62,302 થઈ ગઈ છે. શનિવારે મુંબઈમાંથી 9090, શુક્રવારે 8832 અને ગુરુવારે 8646 નવા કેસ મળેલાં. 
છેલ્લાં 24 કલાકમાં 21 દરદીના મૃત્યુ થયા હતા એ સાથે શહેરનો મૃત્યાંક 11,797નો થઈ ગયો છે. અત્યારે 74,522 દરદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 
છેલ્લાં 24 કલાકમાં 3357 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. એ સાથે મુંબઈમાં સાજા થયેલાં દરદીઓની સંખ્યા 3,74,985ની થઈ ગઈ છે. શહેરનો રિકવરી રેટ ઘટીને હવે 81 ટકા થઈ ગયો છે જયારે કોરોનાનો ગ્રોથ રેટ વધીને 1.70 ટકા થઈ ગયો છે. મુંબઈનો ડબાલિંગ રેટ 40 દિવસનો થઈ ગયો છે. સોમવારે મુંબઈમાં 36,878 ટેસ્ટ કરવામાં આવી હતી. રવિવારે 51,319 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે મુંબઈમાં અત્યાર સુધી કુલ 43,06,053 ટેસ્ટ કરાઈ છે. 
મુંબઈમાં 748 બિલ્ડિગો સીલ કરવામાં આવી છે જ્યારે એક્ટિવ કન્ટેઈમેન્ટ ઝોન (ઝુંપડપટ્ટી અને ચાલ)ની  સંખ્યા 70 છે.

Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer