મહારાષ્ટ્રના સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં કેન્દ્રની 30 ટીમ આવશે

મુંબઈ, તા. 6 : કેન્દ્રની 30 ટુકડી મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં જઈ કોવિડ કેર અને મૅનેજમેન્ટ અંગે સમીક્ષા કરશે. રાજધાની મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં સૌથી વધુ 57,074  કેસ નોંધાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
રવિવારે કરાયેલા 1.75 લાખ ટેસ્ટમાંથી 47,288 કેસ મળી આવ્યા હતા, તો મુંબઈમાં કરાયેલા 36,878 ટેસ્ટમાંથી 9857  જણ પૉઝિટિવ હોવાનું જણાયું હતું. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ 50 ટીમ રવાના કરાશે, જેમાં મહારાષ્ટ્રમાં 30, પંજાબમાં 9 અને છત્તીસગઢમાં 11 ટીમ જશે.
મહારાષ્ટ્રમાં મોકલવામાં આવેલી દરેક ટીમમાં એપિડેમિલોજિસ્ટ અને પબ્લિક હેલ્થ એક્સપર્ટનો સમાવેશ કરાયો છે. ટીમ હૉસ્પિટલમાં બેડ ઉપલબ્ધ છે કે નહીં, અૉક્સિજન અને એમ્બ્યુલન્સ સહિત લોજિસ્ટિક અંગેની સમીક્ષા કરશે.
Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer