પચ્ચીસથી વધુ વયની તમામ વ્યક્તિને રસી આપવાની પરવાનગી માગતા ઠાકરે

પચ્ચીસથી વધુ વયની તમામ વ્યક્તિને રસી આપવાની  પરવાનગી માગતા ઠાકરે
મુંબઈ, તા. 6 : મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી 25 વરસ કરતાં વધુ વયના તમામને રસી આપવા માટે પરવાનગી આપવા વિનંતી કરી છે. જેથી વધુમાં વધુ યુવા અને કામધંધે જનારાઓને રસી આપી શકાય. રસીને કારણે કોવિડ-19 વાઇરસની તીવ્રતા ઘટી જાય છે. મહારાષ્ટ્રમાં નોંધાયેલા 30.5 લાખ કેસમાં 21-40 વર્ષની વય જૂથના 38 ટકા લોકોનો સમાવેશ થાય છે. આ વર્ગ હાલના નિયમ મુજબ વૅક્સિન લેવા પાત્ર નથી.
ઠાકરેએ કેન્દ્રને 1.5 કરોડ વૅક્સિનના ડૉઝ પૂરા પાડવા જણાવ્યું છે. જેથી જે છ જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યાંના 45થી વધુ વયના લોકોને રસી આપી શકાય. મુંબઈ, પુણે, નાગપુર, થાણે, નાશિક અને ઔરંગાબાદને 1.5 કરોડ રસીનો જથ્થો આવે તો આવરી શકાય એમ છે.
એ સાથે મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.ત્રણ એપ્રિલે તો રેકોર્ડ કહી શકાય એટલા 4.6 લાખ લોકોને એક જ દિવસમાં રસી અપાઈ છે.
Published on: Tue, 06 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer