ડેમેજ્ડ-3 દ્વારા આમના શરીફ અને શ્રેણુ પરીખનો ડિજિટલ પ્રવેશ

ડેમેજ્ડ-3 દ્વારા આમના શરીફ અને શ્રેણુ પરીખનો ડિજિટલ પ્રવેશ
હંગામા પ્લેના સાયકોલોજિકલ ક્રાઈમ ડ્રામા ડેમેજ્ડ -3થી અભિનેત્રી આમના શરીફ અને શ્રેણુ પરીખ ડિજિટલ ક્ષેત્રે પ્રવેશ્યા છે. કસોટી જિંદગી કી - 2 અને કહીં તો હોગા જેવી સિરિયલમાં ભૂમિકા ભજવીને આમના લોકપ્રિય બની હતી. જયારે શ્રેણુએ ઈસ પ્યાર કો કયા નામ દૂં? એક બાર ફિર, દિલ બોલે ઓબેરોય, ઈશ્કબાઝ અને એક ભર સર્વગુણ સંપન્ન જેવી સિરિયલમાં અભિનય કર્યો હતો. 
ડેમેજ્ડ-3માં આમના પોલીસ ઈન્સ્પેકટર અને શ્રેણુ પત્રકારની ભૂમિકામાં જોવા મળશે. ડેમેજ્ડની અગાઉની નાયિકાઓની જેમ આમના અને શ્રેણુનું પાત્ર પણ વિવિધ શેડ્સ સાથે દમદાર છે. આ શોની પ્રથમ સિઝનમાં અમૃતા ખાનવિલકર સિરિયલ કિલર બની હતી જયારે બીજી સિઝનમાં  હીના ખાન નાયિકા હતી. રહસ્ય અને થ્રીલથી ભરપૂર ડેમેજ્ડ-3 પણ દર્શકોને જકડી રાખશે. 
આમનાએ જણાવ્યું હતું કે, ડેમેજ્ડ ફ્રેન્ચાઈઝી સશક્ત મહિલા પાત્રો માટે જાણીતી છે. હું મજબૂત મનોબળની અને રહસ્યોને ગુપ્ત રાખનારી મહિલા છું. 
શ્રેણુએ આમનાની વાતને આગળ વધારતાં કહ્યું હતું કે, આ પ્રથમ વાર હું સાયકોલોજીકલ ક્રાઈમ ડ્રામામાં અભિનય કરું છું. આમાં ઘણા નાટયાત્મક વળાંક છે. 

Published on: Wed, 07 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer