હું આહાનથી વિપરીત વિચારો ધરાવું છું : પરમ સિંહ

હું આહાનથી વિપરીત વિચારો ધરાવું છું : પરમ સિંહ
સોની એન્ટરટેન્મેન્ટ પરથી પ્રસારિત થતી સિરિયલ ઈશ્ક પર જોર નહીંમાં એક નવા યુગની પ્રેમકથા છે. આમાં આહાન અને ઈશ્કીની પ્રેમકથા છે જે પ્રેમ અને લગ્ન વિશે તદ્દન અલગ વિચારો ધરાવે છે.અભિનેતા પરમ સિંહ આહાન મલ્હોત્રાનું પાત્ર ભજવે છે. આહાન જૂના જમાનાના વિચારો ધરાવે છે અને જીવનસાથી ઘરેલુ તથા કુટુંબલક્ષી જ હોવી જોઈએ એમ દૃઢપણે માને છે. જો કે, પરમ સિંહ આનાથી વિપરીત વિચારો ધરાવે છે. તે માને છે કે પ્રેમ શરતો સાથે આવતો નથી. ત્યાં કોઈ સૂચિ કે સ્પષ્ટીકરણ હોતા નથી. તે તો માત્ર પવિત્ર લાગણી છે. 
પરમે જણાવ્યું હતું કે, હું આહાનની જેમ ચોક્કસ પ્રકારનો જીવનસાથી શોધવામાં માનતો નથી. મારા માટે પ્રેમ સ્વાભાવિક અને મુક્ત હોવો જરૂરી છે. ત્યાં કોઈ ઇચ્છા કે સ્પષ્ટીકરણો નથી. જીવનસાથીએ પોતાના જીવનના તમામ નિર્ણયો લેવા જોઈએ. જયારે આહાન પારિવારિક મૂલ્યો અને સંસ્કારને વધુ મહત્ત્વ આપે છે.    

Published on: Wed, 07 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer