લગ્નના દોઢ મહિના બાદ પ્રેગ્નન્સીની જાહેરાત કરનારી અભિનેત્રી દિયા મિર્ઝા ભારે ટ્રોલ થઈ હતી. લગ્નના 45 દિવસમાં જ ઉપસેલા પેટ સાથેની તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરનારી દિયા ગર્ભવતી રહેતાં લગ્ન કર્યાની ચર્ચા સર્વત્ર સાંભળવા મળતી હતી. તેણે આ વિશે નેટિઝન્સને જણાવ્યું હતું કે, મેં કોઈ દબાવમાં આવીને લગ્ન કર્યા નથી. અમે બંનેએ સાથે જીવવો નિર્ણય કર્યો અને લગ્નનું પ્લાનિંગ કરતા હતા ત્યારે અમને બાળકના આગમનની ખબર પડી હતી. કેટલાંક મેડિકલ કારણોસર અમે પ્રેગ્નન્સી જાહેર કરી નહોતી. અમને પૂરેપૂરી ખાતરી થાય નહીં ત્યાં સુધી કોઈને આની જાણ કરવી નહોતી. હું વર્ષોથી આ ક્ષણની રાહ જોતી હતી. માત્ર તબીબી દૃષ્ટિએ બધું બરોબર છે એ સુનિશ્ચિત કરવું હતું. બાળકને જન્મ આપવે સૌથી સુંદર લાગણી છે અને મારે આ પ્રવાસ વધુ સુંદર બનાવવો હતો. આમાં શરમજનક કશું જ નથી.
દિયાનો પતિ વૈભવ રેખી જાણીતો બિઝનેસમેન છે અને દિયાની જેમ આ તેના પણ બીજા લગ્ન છે. તેની પહેલી પત્નીનું નામ સુનયના છે અને તેમને એક ટીનેજ દીકરી પણ છે.
Published on: Wed, 07 Apr 2021
દિયા મિર્ઝાએ પ્રેગ્નન્સી બાબતે ટ્રોલર્સને આપ્યો જવાબ
