ધ ઈન્ટર્નમાં રિશી કપૂરના સ્થાને અમિતાભ બચ્ચન

ધ ઈન્ટર્નમાં રિશી કપૂરના સ્થાને અમિતાભ બચ્ચન
દીપિકા પદુકોણની ફિલ્મ ધ ઈન્ટર્નમાં રિશી કપૂરના સ્થાને હવે અમિતાભ બચ્ચનને લેવામાં આવ્યા છે. દિગ્દર્શક અમિત શર્માની આ ફિલ્મમાં પહેલાં રિશી કામ કરવાના હતા પરંતુ કૅન્સરને કારણે ગયા વર્ષે તેમનું મૃત્યુ થતાં ફિલ્મ અટકી ગઈ હતી. હવે અમિતાભને લેવામાં આવ્યા છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે અગાઉ પીકુમાં અમિતાભ અને દીપિકાએ સાથે અભિનય કર્યો હતો. જયારે અમિતાભ અને રિશીએ ફિલ્મ 102 નૉટ આઉટમાં સાથે અભિનય કર્યો હતો. ધ ઈન્ટર્ન ફિલ્મ આવતાં વર્ષે ઉનાળામાં રજૂ થશે. મૂળ હૉલીવૂડની ફિલ્મ ઈન્ટર્નમાં 70 વર્ષીય વ્યક્તિ નિવૃત્તિ બાદ અૉનલાઈન ફૅશન વૅબસાઈટમાં ઈન્ટર્ન તરીકે જોડાય છે. આ કંપનીના માલિકની ભૂમિકામાં અભિનેતા ઍની હેથવે હતો. જયારે ફિલ્મ 200 મિલિયન ડૉલરની કમાણી કરી હતી.
દીપિકાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, મેં શકુન બત્રાની ફિલ્મથી શરૂઆત કરી હતી. આ ફિલ્મ સંબંધો પર આધારિત છે. ત્યાર પછી શાહરુખ ખાનની પઠાણ અને નાગ અશ્વિનીની ફિલ્મમાં પ્રભાસ અભિનય કરીશે. આ બધી ફિલ્મોનું શૂટિંગ પૂરું થયા બાદ ઍની હેથવેની ઈન્ટર્નની હિન્દી રિમેકમાં અભિનય કરીશે. આના પછી મહાભારતમાં દ્રૌપદીની ભૂમિકા ભજવીશે.

Published on: Wed, 07 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer