કોરોના મહામારીને પગલે ઉત્તર કોરિયા ટૉકિયો અૉલિમ્પિકમાંથી ખસી ગયું

કોરોના મહામારીને પગલે ઉત્તર કોરિયા ટૉકિયો અૉલિમ્પિકમાંથી ખસી ગયું
ટોક્યો, તા.6: કોરોના મહામારીને લીધે ઉત્તર કોરિયાએ ટોક્યો ઓલિમ્પિકનો હિસ્સો નહીં બનાવાનું આજે જાહેર કર્યું છે. ઉત્તર કોરિયાના ઓલિમ્પિક એસો.એ કહ્યંy કે અમારા માટે ખેલાડીઓની સુરક્ષા સર્વોપરિ છે. બીજી તરફ જાપાનના ઓલિમ્પિક મંત્રી તમાયો મારુકાવાએ કહ્યંy છે કે અમે ઉત્તર કોરિયાની સત્તાવાર પુષ્ટિની રાહમાં છીએ. એવા પર રિપોર્ટ છે કે દુનિયાભરમાં કોરોનાની બીજી ખતરનાક લહેરને લઇને બીજા કેટલાક દેશો પણ ટોક્યો ઓલિમ્પિકમાંથી ખસી જવાનો નિર્ણય આગામી દિવસોમાં જાહેર કરશે.

Published on: Wed, 07 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer