રફાલ મામલે રાહુલના પ્રહાર : કર્મનાં ફળથી કોઈ બચી ન શકે

નવી દિલ્હી, તા.6 : રફાલ સોદામાં એક વચેટિયાને 11 લાખ યુરો (આશરે 9.5 કરોડ રૂપિયા) ચૂકવાયા હોવાના અહેવાલોને પગલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ફળથી કોઈ બચી શકતું નથી.
રાહુલ ગાંધીએ આજે ટવીટ કરતાં જણાવ્યું હતું કે વ્યક્તિ જે કર્મ કરે છે તેના ફળ સામે આવી જ જતાં હોય છે અને કોઈ તેનાથી બચી શકતું નથી.
ઉલ્લેખનીય છે કે ફ્રાન્સના સમાચાર પોર્ટલ `મીડિયા પાર્ટ'એ પોતાના એક અહેવાલમાં દાવો કર્યો હતો કે ફ્રાન્સીસી ભ્રષ્ટાચાર નિરોધક એજન્સી (એએફએ)એ ખુલાસો કર્યો હતો હતો રાફેલની નિર્માતા કંપનીએ એક વચેટિયાને 11 લાખ યુરો કથિત રીતે ચૂકવ્યા હતા.

Published on: Wed, 07 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer