આસામમાં સૌથી વધુ 92.93 ટકા મતદાન નોંધાયું

કોલકાતા, તા. 6 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે થયેલા ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે કેટલાક સ્થાનો પર છૂટક હિંસા તથા ઉમેદવારો પર હુમલાની ઘટનાઓ બની હતી. ત્રીજા તબક્કા માટે 3 જિલ્લાની 31 બેઠકો માટે સાંજે મળતા હેવાલ મુજબ 77.68 ટકા મતદાન થયું હતું. જ્યારે કેરળમાં 20 બેઠકો માટે 70.29 ટકા, આસામમાં ત્રીજા અને અંતિમ તબક્કા માટે 126 બેઠકો પૈકીની 40 બેઠકો માટે 92.33 ટકા મતદાન થયું હતું. જ્યારે તામિલનાડુમાં 65.11 ટકા મતદાન નોંધાયું છે. પોંડીચેરી સહિત આજે ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ્લ 475 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું. પુડુચેરીમાં 78.90 ટકા મતદાન થયું હતું.
આસામમાં મતદાનનો ત્રીજો અને અંતિમ તબક્કો હતો. જ્યારે પશ્ચિમ બંગાળમાં હજુ પાંચ તબક્કા બાકી છે. હવે 2જી મેના પરિણામ જાહેર થશે. તામિલનાડુમાં એક તબક્કામાં આજે 234 બેઠકો માટે મતદાન થયું હતું.

Published on: Wed, 07 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer