ચાલુ વર્ષે ભારતનો વૃદ્ધિદર ચીનથી ઘણો વધુ રહેશે: આઈએમએફ

વોશિંગ્ટન, તા. 6 : આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) દ્વારા વર્ષ 2021 માટે ભારતનો આર્થિક વૃદ્ધિદર તેજીથી વધીને 12.5 ટકા થવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે. જે ચીનનાં વૃદ્ધિદર કરતાં પણ અધિક છે.
ચીન એક મોટું અર્થતંત્ર છે અને તેનો વૃદ્ધિદર 2020માં મહામારી દરમિયાન પણ સકારાત્મક રહ્યો છે.
આઈએમએફ તરફથી પોતાનાં વાર્ષિક વૈશ્વિક પરિદૃશ્યમાં કહેવામાં આવ્યું છે કે 2022માં ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર 6.9 ટકા આસપાસ રહેશે. 
આઈએમએફ તરફથી વિશ્વબેન્ક સાથે થનારી વાર્ષિક બેઠક પૂર્વે આ અહેવાલ જારી કરવામાં આવ્યો છે.  
જેમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2020માં ભારતીય અર્થ વ્યવસ્થામાં વિક્રમી 8 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ આ વર્ષે વૃદ્ધિદર વધીને 12.5 ટકા થઈ શકે છે. જ્યારે ચીનનો વૃદ્ધિદર 2021માં 8.6 ટકા અને 2022માં 5.6 ટકા રહેવાનું અનુમાન છે. 

Published on: Wed, 07 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer