બૅન્કિંગ, મિડકૅપ, સ્મોલકૅપ શૅર્સ વધ્યા
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.7 : કોવિડ-19ના કેસમાં સતત વધારો થતો હોવા છતાં નાણાકીય વર્ષ 2022માં આરબીઆઈની પહેલી દ્વિ-માસિક નાણાકીય નીતિમાં રેપો રેટ યથાવત્ રાખતા શૅરબજારોમાં ઉછાળો આવ્યો હતો.
સેન્સેક્ષ સત્ર દરમિયાન 700 પોઈન્ટ્સ વધીને 49,900ની ટોચને સ્પર્શયા બાદ અંતે 460 પોઈન્ટ્સ (0.9 ટકા) વધીને 49,662ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી સત્ર દરમિયાન 200 પોઈન્ટ્સ વધી 14,880ની ટોચને સ્પર્શયા બાદ અંતે 135 પોઈન્ટ્સ વધીને 14,819ના સ્તરે બંધ રહ્યો હતો.
નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી બૅન્ક સૂચકાંક, પ્રાઈવેટ બૅન્ક સૂચકાંક અને પીએસયુ બૅન્ક સૂચકાંક 1.5 ટકાથી 2 ટકાની રેન્જમાં વધ્યા હતા.
Published on: Thu, 08 Apr 2021