મુંબઈ, તા. 7 (પીટીઆઈ) : કેબિનેટ પ્રધાન પરબે જાન્યુઆરી, 2021માં પાલિકાના 50 `ઠગ' કોન્ટ્રાક્ટરો વિરુદ્ધની તપાસ ઉપર ધ્યાન આપીને બે કરોડ રૂપિયા લઈ આવવાનું કહ્યું હતું. આ બધી જાણકારી મેં તત્કાલીન પોલીસ કમિશનર પરમબીર સિંહને આપી હતી એવો દાવો પણ વાઝેએ ર્ક્યો છે.
પરબે આક્ષેપોને રદિયો આપતા જણાવ્યું છે કે હું બાળાસાહેબ ઠાકરે અને મારી બે પુત્રીઓના સોગંદ ખાઈને કહું છું કે વાઝેના આક્ષેપ ખોટા છે. ભાજપ દ્વારા મહાવિકાસ આઘાડીના ત્રીજા પ્રધાનનું રાજીનામું આવશે એમ કહેવાતું હતું. ત્યારથી મને આ પ્રકારના આક્ષેપ કરાશે એવી શંકા હતી એમ પરબે ઉમેર્યું હતું.
વાઝેએ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે ગત નવેમ્બરમાં દર્શન ઘોડાવત નામની વ્યક્તિએ પોતાને વરિષ્ઠ કેબિનેટ પ્રધાનની `ખૂબ જ નિકટ'ની વ્યક્તિ તરીકે ઓળખાવી હતી. મારે ગેરકાનૂની ગુટખા વેચનારાઓ પાસેથી 100 કરોડ રૂપિયા વસૂલ કરવા એવો ઘોડાવતનો આગ્રહ હતો. મેં તેમ કરવાનો ભારપૂર્વક ઈનકાર ર્ક્યો હતો, એમ વાઝેએ ઉમેર્યું હતું.
Published on: Thu, 08 Apr 2021