નવી દિલ્હી તા.7 : દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) અંગે સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. જીએસટીને લાગૂ કરવાની રીત અંગે નારાજગી વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહયુ કે સંસદની મંશા હતી કે જીએસટી સિટિઝન ફ્રેન્ડલી હોય, પરંતુ જે રીતે તેને દેશમાં લાગૂ કરવામાં આવ્યો છે તે તેના હેતુને પરીપૂર્ણ કરતો નથી.
સર્વોચ્ચ અદાલતનું માનવુ છે કે જીએસટીને સરળ બનાવવાનો હતો પરંતુ લાગૂ કરવા દરમિયાન હેતુ વિસરાઈ ગયો છે. ટેક્સમેન દરેક બિઝનેસમેનને દગાબાજ કહી ન શકે. હિમાચલ પ્રદેશમાં જીએસટીની એક જોગવાઈને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે ઉપરોકત ટિપ્પણી કરી હતી.
Published on: Thu, 08 Apr 2021