મેચ પ્રૅક્ટિસના અભાવની અસર ફાઇનલમાં વિરાટ-રોહિતની બેટિંગને થશે : વેંગસરકર

મેચ પ્રૅક્ટિસના અભાવની અસર ફાઇનલમાં વિરાટ-રોહિતની બેટિંગને થશે : વેંગસરકર
મુંબઈ, તા.6: ડબ્લ્યુટીસી ન્યુઝિલેન્ડ વિરુદ્ધના ફાઇનલ મુકાબલા પૂર્વે પૂરતા અભ્યાસની કમી ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો બહુ મોટો વિષય નથી તેવું કપ્તાન કોહલીનું માનવું છે પણ પૂર્વ દિગ્ગજ ખેલાડી દિલીપ વેંગસરકરના મતે આ મુશ્કેલીનો સામનો કોહલી અને તેની ટીમને કરવો પડી શકે છે. ભારત તરફથી 116 ટેસ્ટ મેચ રમી ચૂકેલા વેંગસરકરનું કહેવું છે કે વિરાટ અને રોહિત હાલ શાનદાર ફોર્મમાં છે, પરંતુ પ્રતિસ્પર્ધી મેચની ઉણપને લીધે ફાઇનલમાં બન્નેના પ્રદર્શન પર અસર પડી શકે છે.
વેંગસરકર કહે છે કે કોહલી હાલ વિશ્વ ક્રિકેટનો નંબર વન બેટ્સમેન છે જ્યારે રોહિત વિશ્વસ્તીરય ખેલાડી છે. બન્ને પોતાની રમતથી ટીમને વિજય અપાવવાની ક્ષમતા ધરાવે છે. એ સારી વાત છે કે બન્ને સારા ફોર્મમાં છે. જો કે મારું માનવું છે કે મેચ પ્રેક્ટિસના અભાવની તેમની રમત પર અસર જોવા મળશે. ફાઇનલ પૂર્વે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ હોવો જરૂરી હતો. બીજી તરફ ન્યુઝિલેન્ડની ટીમ ફાયદામાં હશે કારણ કે તે પહેલેથી જ ત્યાં રમી રહી છે. આમ પણ તેની ટીમ બહુ ચર્ચામાં નથી રહેતી. આથી તે અન્ડર ડોગ તરીકે હશે. જેથી દબાણ ભારતીય ટીમ હશે. અંતમાં વેંગસરકરે જણાવ્યું કે ફાઇનલ પહેલા જેટલી બને તેટલી વધુ નેટ પ્રેક્ટિસ ભારતીય ખેલાડીઓએ કરવી પડશે. આથી ઇંગ્લેન્ડની પરિસ્થિતિમાં એડજેસ્ટ થઈ શકે.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer