વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલમાં વિરાટ વિલિયમસનની કૅપ્ટન્સીની કસોટી : કિવી કોચ હેસન

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલમાં વિરાટ વિલિયમસનની કૅપ્ટન્સીની કસોટી : કિવી કોચ હેસન
નવી દિલ્હી, તા.6: ભારત અને ન્યુઝિલેન્ડની ટીમ વચ્ચે સાઉથમ્પટન ખાતે 18મી જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઇનલ મુકાબલો રમવાનો છે. ભારતીય કપ્તાન વિરાટ કોહલી અને કિવિ કેપ્ટન કેન વિલિયમ્સ હજુ સુધી આઇસીસીની કોઇ મોટી ટૂર્નામેન્ટ જીતી શક્યા નથી. આથી બન્ને પાસે આ વખતે ઇતિહાસ રચવાનો સોનેરી મોકો છે ત્યારે ન્યુઝિલેન્ડના હેડ કોચ માઇક હેસનનું માનવું છે કે ડબ્લ્યૂટીસીનો ફાઇનલ વિરાટ અને વિલિયમ્સનની કૌશલની કસોટી હશે. આ મુકાબલો તટસ્થ સ્થળે હશે. આથી બન્ને ટીમ પાસે જીતની સમાન તક છે. અમે ફાઇનલને લઇને ઘણા ઉત્સાહિત છીએ.
કિવિ કોચ હેસને કહ્યંy કે મારી નજર રહેશે કે અમારી સ્વિંગ બોલિંગ સામે ભારતના બેટ્સમેનો કઈ રીતે રમે છે. સાઉથમ્પટનમાં બન્ને તરફ હવાઓ ફૂંકાતી હોય છે. જેથી બેટ્સમેનોને મુશ્કેલી થશે. આથી અમારા સ્વિંગ બોલરો સામે ભારતીય ટોપ ઓર્ડરની કસોટી થશે.
પાછલીવાર ન્યુઝિલેન્ડ પ્રવાસમાં ભારતીય ટીમ શ્રેણી હારી હતી. માઇક હેસન કહે છે કે 201પ અને 2019ના વર્લ્ડ કપના ફાઇનલ બાદ અમારો ત્રીજો ફાઇનલ હશે. અમારી ટીમ શાનદાર છે અને લાંબા સમયથી સારો દેખાવ કરી રહી છે. બન્ને ટીમ માટે આ મોટો મોકો છે.
માઇક હેસન આઇપીએલમાં વિરાટ કોહલીની ટીમ આરસીબીમાં ડાયરેક્ટર ઓફ ક્રિકેટ તરીકે કામ કરી ચૂક્યા છે. હાલ તેઓ કિવિ ટીમના કોચ છે. કોહલી અને વિલિયમ્સનની લીડરશિપની તુલના પર તેમણે કહ્યંy કે બન્ને ઘણા સારા સુકાની છે. બન્નેની શૈલી અલગ છે. ડબ્લ્યુટીસી ફાઇનલમાં દબાણ વચ્ચે બન્નેની કેપ્ટનશિપની કસોટી થશે. આથી એ જોવાની મજા આવશે કે મેદાન પર બન્ને પોતાની રણનીતિમાં કેવા ફેરફાર કરે છે.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer