માત્ર 0.6 ટકાને કારણે મુંબઈને લેવલ ત્રણમાં મુકાયું

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : કોવિડ-19ની બંને લહેર દરમિયાન સૌથી વધુ હૉટસ્પૉટ ગણાતું મુંબઈ મે મહિનામાં ભલે સંક્રમિતનું પ્રમાણ ઘટ્યું હોય પણ હજુ તમામ દુકાનો પૂરા સમય માટે ખોલી શકાય એવી પરિસ્થિતિ નથી. પ્રતિબંધોમાં રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા પાંચ પોઇન્ટની સિસ્ટમ લાગુ કરી છેએમાં મુંબઈ લેવલ 3માં આવ્યુ છે. મૉલ્સ અને થિયેટરો બંધ રહેશે, જ્યારે રેસ્ટોરાં સોશિયલ ડિસ્ટન્સિગ જાળવીને 50 ટકાની ક્ષમતા સાથે સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. 
ઘણાને અપેક્ષા હતી કે મુંબઈમાં ટેસ્ટ પોઝિટિવ રેટ પાંચ ટકા કરતા નીચો હોવાથીલેવલ 2માં સ્થાન મળશે અને તમામ દુકાનો પૂરા સમયમાટે ખુલલી શકશે અને વધુ લોકો લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. 
મુંબઈને સતત નિરકીક્ષણ હેઠળ રાખવાનું કારણ રકાજ્ય સરકારના માપદંડમાં સ્પષ્ટપણે જણાવાયું છે. જે જિલ્લા અને મહાનગર વિસ્તારમાં સાપ્તાહિક ટેસ્ટિગ પોઝિટિવ રેટ પાંચ ટકાથી ઓછો છે કે અૉક્સીજન બેડ40 ટકા કરતા વધુ હોય એ લેવલ ત્રણમાં આવશે. મુંબઈમાં 28 મેથી 3 જૂન દરમિયાન ટેસ્ટનો પોઝિટિવ રેટ 5.56 ટકા હતો. અૉક્સીજન બેડનો ઓક્યુપન્સી રેટ 32.51 ટકા હતો. આ બે માપદંડમાંથી એકનો ઉપયોગ શહેર કે જિલ્લાને લેવલ 3ની કેટેગરમાં મુકી શકાય છે. 
રાજ્યના નિયમો મુજબ, લેવલના આકલન નિયમીત સમીક્ષા કરવામાં આવશે કે કોઈ જિલ્લો લેવલ 3થી બે સુધી જઈ શકે છે. મુંબઈમાં આવતા અઠવાડિયે વધુ છૂટછાટ મળી શકે છે. રાજ્યના ચીફ સેક્રેટરી સીતારામ કુંતેએ જણાવ્યુ કે, જાહેર આરોગ્ય વિભાગ દર ગુરૂવારે અૉક્સીજન બેડ ઓક્યુપન્સી માટે રાજ્ય સ્તરીય ડાટા અને પોઝિટિવ રેટ અને બેડ ઓક્યુપન્સી માટે જિલ્લા સ્તરીય ડાટા જારી કરાશે. 
પરંતુ મુંબઈ જેવા શહેર માટે સમસ્યા સર્જાઈ શક છે. ભારે ભી, લોકો માસ્ક પહેરવામાં અને સોશિયલ ડિસ્ટન્સિગ જાળવવામાં બેદરકારી દાખવે તો ફરી સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ શકે છે, એમ સરકારી હોસ્પિટલના એક ડૉક્ટરે જણાવ્યું હતું.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer