બે-ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં મેઘસવારી

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 6 : ગુજરાતમાં ચોમાસા અગાઉનું વાતાવરણ જામી રહ્યું છે, રાજ્યના કેટલાય વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી વરસાદી ઝાપટો  પડી રહ્યા છે. આગામી 2-3 દિવસ સૌરાષ્ટ્ર તથા મધ્ય તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 
હવામાન વિભાગની આગાહી મુજબ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ, આણંદ, ડાંગ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, સુરેન્દ્રનગર, જુનાગઢ તથા પોરબંદર જિલ્લાઓમાં રવિવારથી મંગળવાર સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરનું તાપમાન આગામી 3 દિવસો સુધી ઘટીને 38 ડિગ્રી જેટલું રહેવાની સંભાવના છે. જ્યારે ગઈકાલે શહેરનું સરેરાશ મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી જેટલું નોંધાયું હતું.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer