ઇફ્કોની અનોખી સિદ્ધિ : લિક્વિડ યુરિયા બનાવ્યું અડધો લીટરની બોટલ એક બેગની ગરજ સારશે

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 6: જમીનમાં યુરિયાનો ઉપયોગ ઘટાડવાના વડાપ્રધાનના આહ્વાનને પગલે ઇફ્કોને નેનો યુરિયા લિક્વિડનું સંશોધન અને રજૂઆત માટે પ્રેરણા મળી છે ગુજરાતમાં કલોલ ખાતે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (ઇફ્કો)ના નેનો બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (એનબીઆરસી)માં માલીકીની ટેક્નોલોજી દ્વારા અસરકારક અને કાર્યક્ષમ નેનો યુરિયા લિક્વિડ વિકસાવાયું, જે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર કૃષિ સાથે સુસંગત છે. નેનો યુરિયા લિક્વિડની 500 મીલીની એક બોટલ પરંપરાગત એક બેગનું સ્થાન લેશે એટલું જ નહિ પોષણની વધુ અસરકારકતા સાથે જમીન, પાણી અને હવા પ્રદૂષણમાં ઘટાડા સાથે પ્લાન્ટ ન્યુટ્રિશન માટે ટકાઉ ઉકેલ પણ આવશે આ સાથે ભૂગર્ભ જળની ગુણવત્તા ઉપર સારી અસર, આબોહવામાં પરિવર્તન અને ટકાઉ વિકાસ ઉપર સકારાત્મક અસરો સાથે ગ્લોબલ વોર્મિંગમાં નોંધતાપ્ર ઘટાડો થશે. ઈફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીની ઉપસ્થિતિમાં આ નેનો લિક્વિડ યુરિયાની પ્રથમ બેચ કલોલથી ઉત્તર પ્રદેશ જવા માટે રવાના કરવામાં આવી હતી. નીચા ઇનપુટ ખર્ચ સાથે ખેત પેદાશોની ગુણવત્તા સાથે ઉપજમાં સરેરાશ 8 ટકાનો વધારો થશે. ઇફ્કોએ ભારતમાં ઓનલાઇન ઓફલાઇન મોડમાં તેની 50મી વાર્ષિક સામાન્ય સભામાં તેના આરજીબી સદસ્યોની ઉપસ્થિતિમાં વિશ્વભરના ખેડૂતો માટે વિશ્વનું પ્રથમ નેનો યુરિયા લિક્વિડ રજૂ કર્યું છે. જેનો જથ્થો આજે ગુજરાતથી ઉત્તર પ્રદેશ જવા રવાના કરવામાં આવ્યો હતો.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer