ગુજરાતમાં આજથી અનલૉક : નવા શૈક્ષણિક સત્રની અૉનલાઇન શરૂઆત

અૉફિસોમાં સો ટકા હાજરી, નીચલી અદાલતો શરૂ થશે
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 6 : રાજ્યની સ્કૂલોમાં કોરોના સહિતનું ઉનાળું વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. વેકેશન પૂર્ણ થતાં આવતીકાલથી સ્કૂલો ફરીથી શરૂ થશે. સ્કૂલોમાં વર્ષ 2021-22નું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે. નવું શૈક્ષણિક વર્ષ તો શરૂ થશે પરંતુ અભ્યાસ તો ઓનલાઇન જ ચાલશે. તમામ વિદ્યાર્થીઓએ ઘરેથી જ ભણવાનું રહેશે જ્યારે સ્કૂલોમાં શિક્ષક, આચાર્ય અને અન્ય કર્મચારીઓ હાજર રહેશે. 
રાજ્યભરની સ્કૂલોમાં આવતીકાલથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. શૈક્ષણિક વર્ષ નવું હશે પરંતુ અભ્યાસની પદ્ધતિ ગતવર્ષની જેવી જ રહેશે. કોરોનાને કારણે શિક્ષણ પર અસર પડી છે જેના કારણે ગત વર્ષ સમગ્ર શૈક્ષણિક સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઇન જ ભણાવવામાં આવ્યા છે ત્યારે હવે આ વર્ષની શરૂઆત પણ ઓનલાઇન શિક્ષણથી જ થશે. સરકાર દ્વારા જ્યાં સુધી અૉફલાઈન વર્ગ શરૂ કરવા મંજૂરી આપવામાં નહિ આવે ત્યાં સુધી ઓનલાઇન વર્ગ જ ચાલુ રહશે. રાજ્યભરમાં તમામ અૉફિસોમાં સોમવારથી સો ટકા હાજરીની છૂટ છે અને હાઈ કોર્ટના આદેશ પ્રમાણે રાજ્યની નીચલી અદાલતો પણ સોમવારથી ખુલશે.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer