યોગી પ્રધાનમંડળમાં ફેરફારની શક્યતા

ભાજપ પ્રભારીએ રાજ્યપાલને બંધ કવર આપ્યાની ચર્ચા
લખનઉ, તા.6 : ઉત્તરપ્રદેશમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને રાજ્યના પ્રભારી રાધામોહન સિંહ વચ્ચે મુલાકાત યોજાઈ છે. એવું કહેવાય છે કે મુલાકાત વખતે રાધામોહને રાજ્યપાલને એક લિફાફો સોંપ્યો હતો. બંન્ને વચ્ચેની આ મુલાકાતને ઔપચારિક ગણાવાઈ અને રાજ્ય મંત્રીમંડળની ખાલી બેઠકોનો નિર્ણય યુપીના મુખ્યમંત્રી લેશે તેવું કહેવાયુ. જો કે ચર્ચા એવી છે કે આ લિફાફામાં એ લોકોના નામ છે જેમને યોગી સરકારમાં જવાબદારી સોંપવામાં આવી શકે છે. ર0રરની વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ વહેલી તકે મંત્રી મંડળમાં ફેરફાર કરવામાં આવશે. લખનઉમાં રાજ્યપાલ સાથે મુલાકાત બાદ રાધામોહને કહ્યુ કે રાજ્યપાલ સાથે તેમનો પરિચય અગાઉનો છે. યુપી આવ્યા બાદ તેમને મળી શક્યા ન હતા. આ મુલાકાત ઔપચારિક હતી. યુપીમાં સરકાર અને સંગઠન સારી રીતે ચાલી રહ્યા છે. 
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer