દિલીપ કુમારની હાલત સ્થિર : બે ત્રણ દિવસમાં હૉસ્પિટલમાંથી રજા અપાશે

મુંબઇ,તા.6 (પીટીઆઇ): બોલિવુડના લિજેન્ડરી અભિનેતા દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થતાં રવિવારે હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. દિલીપ કુમાર હાલ સારવાર હેઠળ છે. તેમની તબિયતમાં સુધારો છે અને તેમને બેથી ત્રણ દિવસોમાં હોસ્પિટલમાંથી રજા અપાશે. રવિવારે સવારે 8.30 વાગ્યે 98 વર્ષના અભિનેતાને ખાર સ્થિત નોન કોવિડ હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની તબિયતમાં સુધારો છે અને બે ત્રણ દિવસોમાં તેમને રજા અપાશે. તમારી દુઆ અને પ્રાર્થના માટે આભાર, એમ તેમના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટમાં જાણકારી આપવામાં આવી હતી. 
1944માં આવેલી જ્વારભાટા ફિલ્મથી બૉલિવુડમાં પદાર્પણ કરનાર દિલીપ કુમારે તેમની પાંચ દાયકાની કરિયર દરમિયાન કોહિનૂર, મુગલ-એ-આઝમ, દેવદાસ, નયા દૌર, રામ ઔર શ્યામ સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. 1998માં આવેલી કિલામાં તેઓ છેલ્લી વાર મોટા પરદે જોવા મળ્યા હતા. 
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer