મુંબઈમાં 18 ઉપરના પચીસ ટકા લોકોને રસીનો પહેલો ડૉઝ મળ્યો

મુંબઈમાં 18 ઉપરના પચીસ ટકા લોકોને રસીનો પહેલો ડૉઝ મળ્યો
મુંબઈ, તા. 6 : ભારતમાં કોવિડ-19 રસીકરણ અભિયાની શરૂઆત થયાને લગભગ છ મહિના થયા છે ત્યારે મહારાષ્ટ્રમાં 18થી વધુ વયના ઓછામાં ઓછા 20.4 ટકા લોકો ઓછામાં ઓછો રસીનો પહેલો ડૉઝ લઈ ચુક્યા છે. 
આકડાઓ દર્શાવે છે કે મહારાષ્ટ્રની 9,14,35,000ની વસતિમાં રસી લેવા યોગ્ય લોકોમાંથી 1,86,23,132 અથવા 1.8 કરોડ લોકોને ઓછામાં ઓછો વૅક્સીનનો એક ડૉઝ અપાઈ ચુક્યો છે. 
જોકે મુંબઈની ટકાવારી આના કરતા વધુ છે. શહેરમાં 28,13,035 લોકો પહેલો ડૉઝ લઈ ચુક્યા છે. મુંબઈની વસતિ 1.3 કરોડ જેટલી છે એટલે અમે એવું માનીએ છીએ કેયોગ્યતાપ્રાપ્ત 25 ટકા લોકો વૅક્સીન લઈ ચુક્યા છે, એમ એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું.થોડા અઠવાડિયા અગાઉ યુકેના ગણિતશાસ્ત્રી મુરાદ બનાજીએ કરેલા પૃથક્કરણ મુજબ રસીકરણના કારણે મુંબઈમા 60 કરતા મોટી વયની વ્યક્તિના મૃત્યુના દરમાં (પહેલી લહેરની સરખામણીએ) ઘટાડો નોંધાયો છે. 
ત્રજ6 લહેરનું જોખમ ઝળુંબી રહ્યુ છે ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે વૅક્સીનેશન જ એક પર્યાય છે. ત્રીજી લહેરનો સામનો કરવા માટે ભારત પાસે એક જ પર્યાય છે કે સૌથી નાજુક વસતિ, ખાસ કરીને વૃદ્ધોના રસીકરણ અભિયાનને ઝડપી બનાવે. હાલ તુરત તો લાંબી મજલ કાપવાની છે. જ્યાં સુધી 70 ટકા કે એથી વધુ રસી લેવા યોગ્ય લોકોને રસી અપાય નહીં ત્યાં સુધીઆપણે હર્ડ ઇમ્યુનિટી હાંસલ કરી શકશું નહીં, એમ પાલિકાના એક્ઝિક્યુટિવ હેલ્થ અૉફિસર ડૉ. મંગલા ગોમરેએ જણાવ્યુ હતું. 
કોવિડ-19 અંગેની રાજ્યની ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશીએ કહ્યુ કે, 20 ટકા વસતિને આવરી લેવા એ કોઈ માપદંડ નથી. આગામી ત્રણ મહિનાની અંદર તમામ માટે રસીકરણ અભિયાનને આગળ ધપાવવું એ એકમાત્ર ઉપાય છે.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer