24.60 કરોડથી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અપાયા

24.60 કરોડથી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અપાયા
એમાંથી 1.63 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ
કોરોના રસીકરણ અભિયાન 
મુંબઈ, તા. 6 : દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે  ભારત સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડ રસી નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવી આપી, તેનું સમર્થન કર્યુ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને રસીની સીધી ખરીદીની સુવિધા પ્રદાન કરી છે. પરીક્ષણ, ટ્રેક, સારવાર અને કોવિડ ઉપયુકત વ્યવહાર મહામારીને અટકાવવા અને તેના નિવારણ માટે ભારત સરકારની વ્યાપક રણનીતિનો એક અભેદ સ્તંભ છે. 
કોવિડ 19 રસીકરણ અભિયાન પહેલી મેથી શરૂ થઇ ગયુ છે. આ વ્યાપક રણનીતિ અનુસાર દર મહિને કોઇપણ ઉત્પાદકની કુલ કેન્દ્રીય દવા પ્રયોગશાળા (સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરી સીડીએલ) દ્વારા સ્વીકૃત રસીને સરકાર દ્વારા પચાસ ટકા ખરીદાશે. તેમ જ રાજ્ય સરકારોને આ રસી સંપૂર્ણ મફતમાં ઉપલબ્ધ કરાશે, જેમ પહેલા થતુ હતુ. 
ભારત સરકારે અત્યારસુધી રાજ્ય અને કેન્દ્રશાસિત 
પ્રદેશોને 24 કરોડથી વધારે (246080900)રસીના ડોઝ ડાયરેકટ સ્ટેટ પ્રોકયોરમેન્ટ શ્રેણી હેઠળ મફતમાં મોકલ્યા છે.  એમાં અપવ્યય સહિત કુલ ઉપયોગ 229695199 ડોઝનો થયો છે. (આજે સવારે આઠ વાગ્યા સુધીની આંકડાવારી) 1.63 કરોડથી વધારેના ડોઝ (16385701)  રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે જેનો ઉપયોગ થવાનો શેષ છે.

Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer