ગોગરા - હોટ પ્રિંગ મુદ્દે ચીનની પેંતરાબાજી સૈન્ય હટાવવા વાટાઘાટોનો ઈનકાર

ગોગરા - હોટ પ્રિંગ મુદ્દે ચીનની પેંતરાબાજી સૈન્ય હટાવવા વાટાઘાટોનો ઈનકાર
નવી દિલ્હી, તા. 6: પેંગોંગ ઝીલ સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિકોની પાછળ હટવાની પ્રક્રિયા ચાલુ વર્ષમાં પૂરી થઈ છે. ત્યારબાદ ચીને પૂર્વી લદ્દાખના ગોગરા હને હોટ પ્રિંગમાંથી સેનાને પાછી ખેંચવાની હતી. જો કે ચીને પ્રક્રિયા પૂરી કરવાને બદલે પેંતરાબાજી શરૂ કરી દીધી છે. પહેલા ચીને સાફ કહ્યું હતું કે, તે પોતાની સેનાને પાછળ હટાવશે નહીં અને હવે કહી રહ્યું છે કે તે આ વિસ્તારોના વિવાદનો ઉકેલ સ્થાનિક કમાન્ડરોનાં સ્તરે ઈચ્છે છે. કોર્પ્સ કમાન્ડર વાતચીતથી નહીં. 
અત્યારસુધીમાં ભારત અને ચીન વચ્ચે 11 વખત કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત થઈ ચૂકી છે. બન્ને સેનાઓ વચ્ચે હોટલાઇન મારફતે 12મા દોરની વાતચીતની તારીખનો નિર્ણય કરવાનો બાકી છે પરંતુ ચીન તરફથી વાતચીતને લઈને કોઈ પહેલ કરવામાં આવી નથી. ભારતે પણ સ્પષ્ટ કરી દીધું છે કે બન્ને દેશ વચ્ચે દ્વીપક્ષીય સંબંધો સામાન્ય કરવા માટેની પહેલી શરત પૂર્વી લદ્દાખમાંથી સેનાને પાછી ખેંચવાની છે. મે 2020માં ચીની સેના તરફથી પેંગાગ ત્સો ઝીલ અને ગોગરા હોટ પ્રિંગમાં બતાવવામાં આવેલી આક્રમકતા બાદ બન્ને દેશ વચ્ચેના સંબંધ તનાવપૂર્ણ બન્યા છે.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer